સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક ભક્તિ પર્વોમાંનો એક અદ્ભૂત ભક્તિ પર્વ એટલે પવિત્ર ચાતુર્માસ. સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રણાલિકા મુજબ તથા ભગવાન સ્વામિનારાયણે કરેલ આજ્ઞા અનુસાર પવિત્ર ચાતુર્માસ ઉપક્રમે ભગવાનમય જીવન જીવાય તે માટે ભક્તિ સાધનાના વિશેષ સાધન કરવા જોઇએ. ત્યારે આવો આપણે પણ આ પવિત્ર ચાતુર્માસના મંગલ પ્રારંભે નિયમની એકાદશીના શુભ દિને વિશેષ નિયમો લઇ પ્રભુ પ્રસન્નતા પ્રાપ્ત કરીએ. ( ચાતુર્માસ સમય 3 જુલાઇ 2009 – અષાઢ સુદ 11 થી 29 ઓક્ટોબર 2009 - કાર્તક સુદ 11)
પવિત્ર ચાતુર્માસ ઉપક્રમે ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે ગુરુવર્ય પ.પૂ.બાપજીએ આપેલા વિશેષ નિયમો લઇ ભક્તિ માર્ગના ઉત્તમ રાહ તરફ ચાલીએ. |