સ્વામિનારાયણ ધામની દિવ્યતા
 
     
 
   
   
 
   
   
 

        ભગવાન સ્વામિનારાયણની દિવ્ય  મૂર્તિનું પ્રગટપણું એ જ સ્વામિનારાયણ ધામની સર્વ શ્રેષ્ઠ દિવ્યતા છે. વળી, ભગવાન સ્વામિનારાયણે પ્રસ્થાપીત કરેલી સત્પુરુષોની પરંપરા વર્તમાનકાળે પણ સ્વામિનારાયણ ધામની ભૂમિ ઉપર જીવંત છે. જે સ્વામિનારાયણ ધામની દિવ્યતાનું આગવું આકર્ષણ બની રહ્યું છે.
        ભગવાન સ્વામિનારાયણ અને સત્ત્પુરુષોની પરંપરામાં અવિરતપણે વહી રહેલા સુવર્ણ સંકલ્પોને વિશ્વના ખૂણે ખૂણે ગુંજતા કરી સાકાર સ્વરૂપ આપવાનો પ્રારંભ વર્તમાનકાળે સ્વામિનારાયણ ધામની દિવ્ય ભુમિ ઉપરથી થઈ રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણના ઉચ્ચ આદર્શો અને સંકલ્પો આ ભુમિની રજે રજમાં સમાયેલા છે. અને એટલે જ સ્વામિનારાયણ ધામની ભુમિને  પ.પૂ.બાપજીએ આશીર્વાદરૂપે  “સંકલ્પ ભૂમી” એવું ઉદ્દબોધન આપ્યું છે.
        સ્વામિનારાયણ ધામ પરિસરના ઉદ્દઘાટન પ્રસંગે ગુરુવર્ય પ.પૂ.બાપજીએ અશીર્વાદ આપતા જણાવ્યું હતુ કે “ આ સ્વામિનારાયણ ધામની ભૂમી એ કોઈ સામાન્ય ભૂમી નથી. આ ભૂમી ઉપરથી ભગવાન સ્વામિનારાયણના પ્રચંડ અને વિરાટ સંકલ્પો સમગ્ર વિશ્વમાં ગુંજતા થવાના છે. આતો ભગવાન સ્વામિનારાયણની “સંકલ્પ ભૂમી” છે. આ ભૂમી ઉપર ગમે તેવો પાપી, પામર જીવ આવશે પરંતુ આ “સંકલ્પ ભૂમી”નો  મહિમા સમજી એક ચપટી ધુળ માથે ચઢાવશે તો પણ તેના પાપ માત્ર નાશ થઈ જશે. એવો અદ્દભુત મહિમા આ ભૂમીનો છે..”
        સ્વામિનારાયણ ધામની વિશેષ દિવ્યતા તો એ છે કે જે કોઈ દર્શનાર્થી આ ભૂમીમાં  પ્રવેશે છે તેને પ્રવેશતાની સાથે જ એ દિવ્યતાનો, પવિત્રતાનો, અનુભવ થાય છે. અંતરમાં સુખ, શાંતિ, દિવ્યાનંદ, પ્રેમ આદિ છલકાઈ આવે છે. વળી, સ્વામિનારાયણ ધામની ભૂમી ઉપર ભગવાન સ્વામિનારાયણને આર્તનાદે સાચાભાવે પ્રાર્થના દ્વારા કરેલો સંકલ્પ ભગવાન સ્વામિનારાયણ જરૂરા જરૂર પૂર્ણ કરે છે. દેશ-વિદેશના હજારો હરિભક્તો આ દિવ્ય “સંકલ્પ ભૂમી” ઉપર આવી પોતાના સંકલ્પોની ભેટ પ્રાર્થના દ્વારા ભગવાન સ્વામિનારાયણના ચરણે ધરી પોતાના જીવનની કૃતાર્થતા અનુભવે છે.
       સ્વામિનારાયણ ધામની દિવ્ય “સંકલ્પ ભૂમી”નો આવો અપાર મહિમા સમજી દેશ-વિદેશના હજારો હરિભક્તો આ ભૂમીમાં પ્રવેશ કરતા પહેલા આ દિવ્ય “સંકલ્પ ભૂમી”ને પાંચ દંડવત્ત કરી પૂજન –વંદના કરે છે. ગુરુવર્ય પ.પૂ.બાપજી અને પૂ.સ્વામીશ્રી જેવા દિવ્ય સત્પુરુષો પણ આ ભૂમીનો મહિમા સમજી ભૂમીમાં પ્રવેશતા પાંચ દંડવત્ત કરી વંદે છે.