ઇતિહાસ
 
       સ્વામિનારાયણ સંપ્રદાય આજે વિશ્વના ફલક પર પહોંચી ચુક્યો છે. દુનિયાનો કોઈ જ એવો દેશ નહિ હોય કે જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના વિજય ધ્વજો ન લહેરાતા  હોય. આ બધુ જ થવાનું મૂળ કારણ એક જ છે ભગવાન સ્વામિનારાયણ અને તેમના દિવ્ય સત્પુરુષોના સંકલ્પોનો અવિરતપણે ચાલતો પ્રવાહ. એમના સંકલ્પોમાં એક અદ્દભૂત દિવ્ય શક્તિ રહેલી છે. લૌકિક દ્રષ્ટિએ એમના કરેલા સંકલ્પોમાં વિશ્વાસ ન આવે તથા એનો હેતુ ન સમજાતા એમાં સંશય થાય. પરંતુ એવો સમય આવે છે કે જ્યારે એ સંકલ્પો પ્રચંડ વેગધારી વિરાટ સ્વરુપ ધારણ કરી દ્રશ્યમાન બને છે ત્યારે એ સંકલ્પોની તથા સંકલ્પો કરનાર એવા દિવ્ય સત્પુરુષોની મહાનતાનો ખ્યાલ આવે છે. સ્વામિનારાયણ ધામ પરિસરના નિર્માણમાં પણ આવો જ કોઈક ઈતિહાસ સુવર્ણ અક્ષરે કોતરાયો છે જે આ વાતની સાક્ષી પુરે છે.
        ઇ.સ. ૧૯૮૧ થી ઇ.સ. ૧૯૯૬ સુધીના ૧૫-૧૭ વર્ષના ગાળા દરમ્યાન પ.પૂ.બાપજી અને પૂ.સ્વામીશ્રી જયારે જયારે ગાંધીનગર પધરામણી કે પ્રોગ્રામ નિમિત્તે ગાડીમાં પધારે ત્યારે દર વખતે પ.પૂ.બાપજી, પૂ.સ્વામીશ્રીને લગભગ આ સ્વામિનારાયણ ધામનું સ્થળ આવતાં જણાવે કે, સ્વામી, શ્રીજીમહારાજનો પોતાના દિવ્યકારણ સત્સંગના સર્વોપરિ પ્રચારના ભવ્ય સ્થાનનો અહીં સંકલ્પ છે. જો જો, મહારાજ જરૂર ભવિષ્યમાં અહીં બિરાજશે. આમ અવારનવાર ઘણી વખત આ વાત પ.પૂ.બાપજીએ જણાવેલી.
        ગુરુભક્તિનું સાક્ષાત સ્વરુપ એટલે પૂ.સ્વામીશ્રી. પ.પૂ.બાપજીના આ સંકલ્પને પૂર્ણ કરવાનુ બીડુ પૂ.સ્વામીશ્રીએ  ઝડપ્યું. જે ભૂમિ ઉપર મોટું ધામ બનાવવાનો સંક્લ્પ પ.પૂ.બાપજીએ જણાવ્યો હતો એ વિશાળ ભૂમીને પ્રાપ્ત કરવાનું એક અદ્દભૂત સાહસ પૂ.સ્વામીશ્રીએ હાથ ધર્યુ. પ.પૂ.બાપજીનો સંકલ્પ મોટુ ધામ કરવાનો હતો એટલે દિન પ્રતિદિન એક પછી એક નવી જમીનો ખરીદી આ “સંકલ્પ ભૂમી”નો વિસ્તાર વધારતા ગયા. આ ભૂમી પ્રાપ્ત કરવામાં ઘણા બધા વિઘ્નો ઉદ્દભવ્યા હતા પરંતુ શ્રીજી મહારાજનો સંકલ્પ પ્રબળ હતો તેથી કોઈ જ વિઘ્નો સફળ બની શક્યા નહિ. અને અંતે પ.પૂ.બાપજીનો સંકલ્પ પૂર્ણ થવાનો પ્રારંભ થયો તારીખ 25/04/1998 ને શનિવારના રોજ  પ.પૂ.બાપજીના અદ્દભૂત સંકલ્પનું સમગ્ર સત્સંગ સમાજને દર્શન કરાવવા પૂ.સ્વામીશ્રીના દિવ્ય સાનિધ્ય હેઠળ આ “સંકલ્પ ભૂમી”ના “ભૂમી દર્શન સમારોહ”નું આયોજન થયું. આ મંગળ પ્રસંગે પ.પૂ.બાપજીએ સ્વમુખે આ “સંકલ્પ ભૂમી”નો મહિમા જણાવતા આ દિવ્યભૂમીનું “સ્વામિનારાયણ ધામ” એવું શુભ નામાભિધાન કર્યું.
સ્વામિનારાયણ ધામ નિર્માણ
સ્વામિનારાયણ ધામ ભૂમી પુજન
18 ફેબ્રુઆરી 2001
સ્વામિનારાયણ ધામ ઉદ્ઘાટન સમારોહ્
31 ડિસેમ્બર 2001
સંત આશ્રમ ઉદ્ઘાટન સમારોહ
31ડિસેમ્બર 2001
સ્વામિનારાયણ ધામ ગુરુકુલ ઉદ્ઘાટન સમારોહ
09 જુન 2002
સ્વામિનારાયણ ધામ વિદ્યાલય ઉદ્ઘાટન સમારોહ
12 જુન 2003
સ્વામિનારાયણ ધામ ઈન્ટરનેશનલ સ્કુલ ઉદ્દઘાટન સમારોહ
07 મે 2006
“બાપાશ્રી આવાસ સંકુલ” ઉદ્દઘાટન
17ડિસેમ્બર 2006
ભક્તિનિવાસ ઉદ્ઘાટન
31 ઓક્ટોબર 2008