સ્વામિનારાયણ ધામ શું છે ?
 
 
         પ્રત્યેક વ્યક્તિ વિવિધ પ્રકારના સુખની પ્રાપ્તિ માટે  વિવિધ ઉપાય કરે છે. તો સાથે સાથે પ્રત્યેક વ્યક્તિના વિચારો એ શોધ્યા કરે છે કે એવું કોઈ માધ્યમ ખરું કે જેના દ્વારા તમામ ઈચ્છાઓ, તમામ સંકલ્પો, તમામ  સુખ, આનંદ સંતોષાય ? હા એવું એક અદ્દભુત  અકલ્પનીય, અવર્ણનીય માધ્યમ છે સ્વામિનારાયણ ધામ. જ્યાં દેશ પરદેશના લાખો લોકો આવી પોતાના હર એક મનોરથો, સંકલ્પો, ઈચ્છાઓ, મનોકામનાઓ  પૂર્ણ કરે છે.

        સ્વામિનારાયણ ધામ એક એવુ દિવ્ય પરિસર છે કે જ્યાં ભારતીય સંસ્કૃતિનો તથા સ્વામિનારાયણ સંપ્રદાયના  ઉચ્ચ આદર્શો, સંસ્કારો તથા સિધ્ધાંતોનો સમન્વય જોવા મળે છે. શ્રધ્ધા, ભક્તિ, નિયમ, આત્મીયતા, સંપ, સુહ્રદયભાવ, એકતા જેવા સંસ્કારના મુલ્યો તથા જ્ઞાન, ઉપાસના, નિષ્ઠા, વર્તમાન-ધર્મ, પ્રગટભાવ, પ્રત્યક્ષભાવ, સંત સમાગમ જેવા અધ્યાત્મ માર્ગના મુલ્યો સ્વામિનારાયણ ધામ પરિસરના નિર્માણમાં મૂળ સ્થાને રહેલા છે. સ્વામિનારાયણ ધામની મુલાકાત લેનાર લાખો લોકો સૌંદર્યતા, કુદરતી વાતાવરણ, પવિત્રતાનો અનુભવ કરી પોતાના જીવનમાં ધન્યતા અનુભવે છે

        સ્વામિનારાયણ ધામ પરિસરનું નિર્માણ પ.પૂ.અ.મુ.સદ્દ.દેવનંદનદાસજી સ્વામીશ્રી (પ.પૂ.બાપજી) ના દિવ્ય આશીર્વાદથી થયું. તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય હસ્તે સ્વામિનારાયણ ધામ પરિસરની એક અદ્દભુત ભેટ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય  અને ભરતીય સંસ્કૃતિના ચરણે ધરી  છે જે SMVS સંસ્થાનું એક મોટું યોગદાન બની રહ્યું  છે.