આધ્યાત્મિક પ્રવૃતિ

વર્તમાનકાળે વધી રહેલા વિષયમય વાતાવરણમાં પણ ભારતીય સંસકૃતિ તથા સંસ્કારો “ યાવદચંદ્ર દિવાકરૌ ” ત્યાં સુંધી જળવાયેલા રહે તે માટે SMVS સંસ્થા વિવિધ આધ્યાત્મિક પ્રવૃતિઓ ધ્વારા સતત યત્નશીલ છે. સમાજમાં સ્ત્રીઓનું એક આગવું સ્થાન છે કારણકે, સ્ત્રીઓ જ પોતાના બાળકોનું સુસંસ્કારે યુક્ત ઘડતર કરે છે. અને એ જ બાળક દેશની આવતી કાલનો એક નાગરીક બનવાનો છે. ત્યારે સ્ત્રીઓના જીવનમાં શ્રધ્ધા, ભક્તિ, સંસ્કાર, વિનમ્રતા, સન્માન, ધૈર્ય, સાહસ, બલિદાન, કઠોર પરિશ્રમ અને વાણી, વિચાર વર્તનની એકતા જેવા વિવિધ ગુણો વહાવી એક આદર્શ સ્ત્રી જીવનનું નિર્માણ કરવામાં આવે છે. આવા ઉચ્ચ આદર્શો અને સંકલ્પોથી કરવામાં આવતી વિવિધ પ્રવૃતિની જાંખી કરીએ. 

સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રી-પુરુષ મર્યાદા અનુસાર મહિલા વર્ગને સમાગમનો પ્રત્યેક્ષ લાભ મળી રહે તે માટે ત્યાગી મહિલામુક્તોને પણ એક અલગ સ્થાન આપવામાં આવ્યુ છે. SMVS  સંસ્થાના ત્યાગી મહિલામુક્તોના દિવ્ય નેતૃત્વ હેઠળ મહિલા સમાજમાં આધ્યાત્મિક ગુણો પ્રદાન કરવાના હેતુથી લગભગ 25 જેટલા વિવિધ સેન્ટરોમાં આશરે 350 જેટલા બાલિકા, યુવતી અને મહિલા મંડળો ચાલી રહ્યા છે. જેમાં 1000 કરતાં પણ વધુ મહિલા કાર્યકરો તથા સંચાલકો જોડાઈને આ સેવા પ્રવૃતિ સંભાળી રહ્યા છે. SMVS ધ્વારા ચાલતાં આ સ્વામિનારાયણ દિગ્વિજયમંડળોમાં પ્રતિવર્ષ 19,000થી પણ વધુ સંત્સંગ સભાઓ આયોજન પામે છે. જેમાં 15,000થી પણ વધુ મહિલા સભ્યો આ સંત્સંગ સભાઓનો લાભ લઈ પોતાના જીવનને દિવ્યતા તરફ પ્રગતિમાન કરે છે. 1,000થી પણ વધુ કાર્યકરો અને સંચાલકો પ્રતિ વર્ષ 5,200થી પણ વધુ માનવ કલાકો સંત્સંગ પ્રચાર અર્થે અને દિવ્યજીવન પ્રદાન કરવાને અર્થે અર્પી ધન્યતા અનુભવે છે.

સમગ્ર દેશમાં તથા સમાજ માં ઘરે ઘરે શાંતીમય અને પ્રભુભક્તિનું વાતાવરણ સર્જન કરવા ત્યાગી મહિલામુક્તો તથા મહિલાઓ ધ્વારા ઘેર ઘેર “ દિવ્યશાંતિ યજ્ઞ ”ની પ્રવૃતિ ખુબ ઉત્સાહથી વણથંભી ચાલી રહી છે. જેમાં ઈ.સ1988થી અત્યાર સુંધીમાં 12,240થી પણ વધુ ઘરોમાં આ “ દિવ્યશાંતિ યજ્ઞ ” આયોજન પામ્યા છે. આ “ દિવ્યશાંતિ યજ્ઞ ”થી આજે હજારો ઘરો અને કુટુંબો શાંતિમય અને સુખદ સંસાર જીવન જીવી રહ્યા છે.

સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રણાલિકા મુજબ દર વર્ષે શ્રાવણમાસ-ચાતુમાર્સ પર્વ નિમિતે ત્યાગી મહિલામુક્તો ધ્વારા લગભગ 56 જેટલા સેન્ટરોમાં “ ભક્તિકથા ”નું આયોજન કરવામાં આવે છે. જેમાં નારી જીવનમાં મહત્વપૂર્ણ વિષયો ઉપર વિસ્તુત પ્રકાશ પાડી આગવું બળ પ્રદાન કરવામાં આવે છે. જેમાં પ્રતિ વર્ષ લગભગ 13,000 જેટલા મહિલાઓ સંત્સંગસભાનો ઉત્સાહપૂર્વક લાભ લે છે.

મહિલા સમાજ માં ભગવાન સ્વમિનારાયણ પ્રત્યેની પ્રેમલક્ષણા ભક્તિ ઉદય થાય તથા સાધનાભક્તિના માર્ગે આગળ વધે તે માટે અખંડ ધૂન, અખંડ મંત્રલેખન, અખંડ માળા, અખંડ પારાયણ વાંચન જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં સંખ્યા બધ્ધ (મોટી સંખ્યામાં) મહિલાઓ ભાગ લે છે. ઈ.સ.2006માં વચનામૃત મહોત્સવમાં અન્વયે 5,750થી પણ વધુ “ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ” અને “ બાપાશ્રીની વાતો ” આ બે ગ્રંથની પારાયણ મહિલાઓ એ કરી રાજીપો પ્રાપ્ત કર્યો હતો. 

મહિલા સમાજમાં ભગવાન અર્થે સમર્પણની ભાવના જાગ્રત થાય તે માટે વિવિધ ઉત્સવો, મહોત્સવોમાં “તુલાવિધિ” જેવી પ્રવૃતિ કરવામાં આવે છે. જેમાં મહિલાઓ પોતાને પહેરવાનાં વસ્રો અને અલંકારો ભગવાનને અર્થે વાપરવા સમર્પણ કરે છે. તો વળી, પોતાની સ્વબચતમાંથી પણ ભગવાનને અર્થે સેવારુપે સમર્પણ કરવાનો લાભ લે છે.

SMVS ધ્વારા “તુલાવિધી” જેવી પ્રવૃતિઓનું થયેલ આયોજન:

આયોજન પામલ તુલાવિધી

ક્રમ

તારીખ

સ્થળ

પ્રસંગ

તુલા

1

07/05/1995

વાસણા – અમદાવાદ

બાપાશ્રી મહોત્સવ

સ્વામિનારાયણ ભગવાનની સુવર્ણ તુલા

2

06/01/2002

સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર

સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ

હરિકૃષ્ણ મહારાજની સુવર્ણ તુલા

3

23/12/2005

તીર્થધામ ગોધર – પંચમહાલ

ગોધર મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ

હરિકૃષ્ણ મહારાજની રજત તુલા

4

17/12/2006

સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર

વચનામૃત મહોત્સવ

હરિકૃષ્ણ મહારાજની સુવર્ણ તુલા

5

23/12/2006

સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર

વચનામૃત મહોત્સવ

બાપાશ્રીની વાતોની રજત તુલા

            આજના ઘોર કળીયુગમાં ભારતીય સંસ્કૃતિને દિવસે દિવસે નાબુદ કરી રહ્યું હોય તો એ છે Western Culture. આ Western Culture સામે SMVS ધ્વારા  “દિવ્યજીવન પ્રથા”નો શુભ આરંભ થયો છે. જેમાં મહિલાઓ અને પુરુષોઓ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવાના ઉચ્ચ ધ્યેયથી દિવ્યજીવનના શપથ લઈ શુધ્ધ ,સાત્વિક અને પવીત્ર જીવન જીવી પોતાનું દિવ્યજીવનરૂપી પુષ્પ પ્રભુચરણમાં સમર્પિત કરી રહ્યા છે. આ દિવ્યજીવનપ્રથામાં કુલ 3500થી પણ વધુ મહિલા-પુરુષ સભ્યો જોડાયા છે. જેમાં 1400થી પણ વધુ મહિલા સભ્યો જોડાઈ દિવ્યજીવનના માર્ગે ચાલી રહ્યા છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના આદર્શો ,સિધ્ધાંતો, સંસ્કારો, તત્વજ્ઞાન તથા વર્તન આદિકનું સિંચન કરવા માટે SMVS ધ્વારા “સંસ્કાર સિંચન પરિક્ષા”ઓ લેવામાં આવે છે.જેમાં ઉચ્ચ સદ્દગુણોનું સિંચન કરતા વિવિધ વિષયો ઉપર પ્રકાશન કરવામાં આવેલી પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ “સંસ્કાર સિંચન પરીક્ષા” ધ્વારા બાળકોથી માંડીને વૃધ્ધમુક્તો પણ પોતાના જીવનને આધ્યાત્મિક ઉન્નતિ તરફ આગળ વધારે છે. આવી વિવિધ પ્રવૃતિઓ ધ્વારા SMVS આધ્યાત્મિક અસ્મિતાઓ પ્રગટાવવા સતત પ્રયાસ કરે છે.                                                                                                         

ઇ.સ.1989 થી ઇ.સ.2008 સુંધી યોજાયેલ “સંસ્કાર સિંચન પરિક્ષા”

મહિલા ઉત્કર્ષ

SMVSની મહિલા પ્રવૃતિનું એક વિશિષ્ટ લક્ષ્ય છે “મહિલાઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગ્રત કરી કલા-કૌશલ્યની ખીલવણી કરવી”. આ માટે SMVS ધ્વારા મહિલા ઉત્કર્ષ માટેની વિવિધ પ્રવૃતિઓ ગતિમાન કરવામાં આવી છે.

SMVS ધ્વારા મહિલા ઉત્કર્ષ માટે વિવિધ નુત્ય,ગાયન,વાદન, વકૃત્વસ્પર્ધા, પ્રવચનસ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે. જેમા મહિલા સમાજમાં રહેલી અદ્ભુત શક્તિઓને તથા કૌશલ્યોની પાંખડીઓને ખીલવવામાં આવે છે.

હજારો લોકોની જનમેદની વચ્ચે જાહેરમાં યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મહિલાઓને પોતાની અદ્ભુત કલાનું દર્શન કરાવવાની એક અનેરી તક આપવામાં આવે છે. SMVSના ત્યાગી મહિલામુક્તો તથા કાર્યકરો ધ્વારા અપાતી તાલીમ હેઠળ મહિલાઓ ધ્વારા યોજાતા આ સાંસ્કૃતિક કાર્યક્રમોનાં દર્શન કરી હજારો લોકો દંગ રહી જાય છે.

બાલિકાઓ એ ખીલતી કળી જેવી છે. એની નજાકતતાને પારખીને નાનપણથી જ તેમાં વિવિધ કૌશલ્યની પાંખડીઓ ખીલવવામાં આવે તો તેમાંથી એક પ્રતિભા–સંપન્ન વ્યક્તિત્વ ખીલી ઉઠે છે. એવા કસબી તૈયાર કરવામાં SMVS એક આગવું કૌવત દર્શાવે છે. બાલિકા પ્રવૃતિના વિશાળ ઉધ્યાનમાં નૃત્યથી લઈને રમત-ગમત સુંધી અનેક કલાઓમાં હજારો બાલિકાઓનું જીવન સદૈવ મધમધતુ રહે છે.

SMVS ધ્વારા અપાતી તાલીમ ધ્વારા તૈયાર થયેલા સુસંસ્કારે યુક્ત તથા આદર્શ જીવન જીવતા સંચાલકો અને કાર્યકરો આ બાલિકાઓના સર્વાગી વિકાસ માટેના ચક્રો સતત ગતિમાન રાખે છે. તથા તેમના જીવનનું ઘડતર કરવામાં મહત્વપૂર્ણ ફાળો આપે છે.

SMVS ધ્વારા બાલિકા તથા યુવતિઓ માટે શિક્ષણમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. વળી,કસોટીની સરાણ પર તેજસ્વી બની બહાર આવતી બાલિકા તથા યુવતિઓને પુરસ્કાર આપી બિરદાવવામાં આવે છે ત્યારે આ બાલિકા તથા યુવતિઓ સિધ્ધિના શિખરે પહોંચ્યાનો નિરાળો આનંદ માણે છે.

મહિલાઓમાં રહેલી કલા-કૌશલ્ની વિરાટતાને ખીલવવા મહિલાઓ ધ્વારા જ વિવિધ પ્રોગ્રામોનું તથા સમારોહનું  આયોજન કરવામાં આવે છે. જેમા પ્રોગ્રામોનાં આયોજનથી માંડીને મેનેજમેન્ટની તમામ સેવા પ્રવૃતિ મહિલા સમાજ ધ્વારા જ કરવામાં આવે છે. જેમાં હજારો મહિલાઓ જોડાઈ પોતાની સ્કીલનું (આવડતનું) દર્શન કરાવે છે તથા આવા પ્રોગ્રામોમાં જોડાઇને  પોતાની સ્કીલમાં(આવડતમાં) અનુભવોને લઈને વધારો કરે છે.

બાલિકા તથા યુવતિઓમાં છુપાયેલી અદ્ભુત શક્તિઓને પ્રકાશમાં લાવવા નિયમિત સમયાંતરે રમોત્સવ, પ્રવાસ તથા દાબળાઉત્સવ જેવા આયોજનો કરવામાં આવે છે. તો વળી,દર વર્ષે ત્યાગી મહિલામુક્તોના સીધા નેતૃત્વ હેઠળ બાલિકાશિબિર, યુવતિશિબિર, મહિલાશિબિર, દિવ્યજીવન સેવક શિબિર જેવી વિવિધ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. જેમાં દેશ-વિદેશના હજારો મહિલાઓ કીર્તનસ્પર્ધા, ક્વીજ, ડીબેટીંગ, પ્રેરણા પ્રસંગ જેવા વિવિધ પ્રોગ્રામોમાં ભાગ લઈ પોતાની શક્તિઓનુ દર્શન કરાવે છે.તથા આદર્શ જીવનના પાઠ શીખે છે.          

ઇ.સ.1988 થી 2008 સુંધી યોજાયેલ વિવિધ શિબિરોની યાદી :

ઇ.સ.1988 થી 2008 સુંધી યોજાયેલ વિવિધ શિબિરો

ક્રમ

વર્ષ

તારીખ

સ્થળ

વિગત

1

1988

18/05/1988

શિલજ

બાલિકા શિબિર

2

20/05/1988

શિલજ

મહિલા શિબિર

3

1989

10,11/05/1989

શિલજ

બાલિકા શિબિર

4

12,13/05/1989

શિલજ

મહિલા શિબિર

5

25,26/03/1989

કમળાપુરા

યુવક-મહિલા શિબિર

6

1990

12,13/05/1990

અમદાવાદ

મહિલા શિબિર

7

1991

12/05/1991

ઇસનપુર

યુવક - મહિલા શિબિર

8

1992

16/05/1992

સેકટર-12 - ગાંધીનગર

યુવક - મહિલા શિબિર

9

23,24/05/1992

નાની સરસણ - પંચમહાલ

યુવક - મહિલા શિબિર

10

25,26/051992

નાની સરસણ - પંચમહાલ

બાળ બાલિકા શિબિર

11

1993

7,8,9/05/1993

મહેમદાવાદ

યુવક - મહિલા શિબિર

12

10 થી16/05/1993

મહેમદાવાદ

કિશોર યુવતિ શિબિર

13

1997

08/08/1997

નરોડા

યુવક - મહિલા શિબિર

14

24/08/1997

ચાંદલોડિયા

યુવક - મહિલા શિબિર

15

08/09/1997

વાસણા

યુવક - મહિલા શિબિર

16

12/09/1997

ઘનશ્યામનગર

યુવક - મહિલા શિબિર

17

1998

27/04/1998

સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર

યુવક-મહિલા-કિશોર-યુવતિ

18

6,7/06/1998

પંચમહાલ

યુવક - મહિલા શિબિર

19

14/06/1998

મહેસાણા

યુવક - મહિલા શિબિર

20

21/06/1998

વાસણા

યુવક - મહિલા શિબિર

21

8/06/1998

વાસણા

મહિલા શિબિર

22

9/07/1998

બાપુનગર

મહિલા શિબિર

23

11/07/1998

ઈસનપુર

મહિલા-યુવતિ શિબિર

24

1999

4/09/1999

વોટરપાર્ક - મહેસાણા

યુવક - મહિલા શિબિર

25

5,6/06/1999

મહેમદાવાદ

યુવક - મહિલા શિબિર

26

12,13/06/1999

રાજપુર - મહેસાણા

યુવક - મહિલા શિબિર

27

2000

8/01/2000

ઘોડાસર

યુવક - મહિલા શિબિર

28

6/08/2000

મહેસાણા

યુવક - મહિલા શિબિર

29

26/11/2000

સાંગ્રીલાફાર્મ

યુવતિ શિબિર

30

17/12/2000

પંચમહાલ

યુવક-મહિલા કાર્યકર શિબિર

31

2001

15/04/2001

કાંકરીયા હોલ

ઉપાસના શિબિર

32

16/05/2001

શ્રી રામરંગ આશ્રમ

યુવક - મહિલા શિબિર

33

22/05/2001

મહેમદાવાદ

બાલિકા શિબિર

34

28,29/05/2001

મહેમદાવાદ

મહિલા શિબિર

35

29,30/05/2001

મહેમદાવાદ

યુવતિ શિબિર

36

8/05/2001

ગોપાલપુર

મહિલા યુવક શિબિર

37

9/05/2001

કાસોડી

યુવક - મહિલા શિબિર

38

10/05/2001

ગોધર

યુવક - મહિલા શિબિર

39

11/05/2001

ઝાલોદ

યુવક - મહિલા શિબિર

40

7/09/2001

ટીંબલા

યુવક - મહિલા શિબિર

41

2002

6 થી 8/07/2002

સ્વામિનારાયણ ધામ – ગાંધીનગર

વડીલ શિબિર

42

15/12/2002

સુરેન્દ્રનગર

યુવક - મહિલા શિબિર

43

21,22/12/2002

સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર

કાર્યકર સંચાલક શિબિર

44

2003

5/01/2003

પંચમહાલ

કાર્યકર સંચાલક શિબિર

45

2/03/2003

નરોડા

ઉપાસના શિબિર

46

3/03/2003

સુરેન્દ્રનગર

યુવક - મહિલા શિબિર

47

9/03/2003

માલપુર

મહિલા યુવક શિબિર

48

14/03/2003

માલપુર

ઉપાસના શિબિર

49

14/12/2003

માલપુર

ઉપાસના શિબિર

50

 

 

 

14/12/2003

ટીંબલા

યુવક - મહિલા શિબિર

51

14/12/2003

સુરેન્દ્રનગર

ઘર ઘરના હરિભક્તો

52

24/12/2003

વિજાપુર

યુવક - મહિલા શિબિર

53

2004

11/01/2004

વિજાપુર

યુવક - મહિલા શિબિર

54

12/01/2004

મહેસાણા

યુવક - મહિલા શિબિર

55

10/05/2004

વાસણા

જ્ઞાન શિબિર

56

19/05/2004

માલપુર

ઉપાસના શિબિર

57

25,26/05/2004

સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર

બાલિકા શિબિર

58

1/06/2004

કલોલ

જ્ઞાન શિબિર

59

6/06/2004

સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર

બાળ કિશોર સંચાલક ટ્રેનીંગ શિબિર

60

10/05/2004

ગોધર

સંચાલક શિબિર

61

5/06/2004

સુરેન્દ્રનગર

સત્સંગ શિબિર

62

8/08/2004

કલોલ

ઉપાસના  શિબિર

63

12/08/2004

નરોડા

જ્ઞાન શિબિર

64

29/07/2004

ધન.નગર

જ્ઞાન શિબિર(યુ.મ)

65

2005

17,18,19/05/2005

સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર

બાલિકા શિબિર

66

2006

28/04/2006

સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર

બાલિકા શિબિર

67

19,20,21/05/2006

સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર

યુવતિ શિબિર

68

27,28,29/05/2006

સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર

મહિલા યુવક શિબિર

69

19/12/2006

સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર

બાલિકા શિબિર

70

10/09/2006

માલપુર

યુવક - મહિલા શિબિર

71

14/09/2006

મહેસાણા

જ્ઞાન શિબિર(યુ.મ))

72

21/09/2006

વિજાપુર

જ્ઞાન શિબિર(યુ.મ)

73

2/10/2006

કલોલ

જ્ઞાન શિબિર(યુ.મ)

74

16/08/2006

સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર

દિવ્ય જીવન યુવક મહિલા

75

2007

20/02/2007

નરોડા

જ્ઞાન શિબિર

76

22/02/2007

માલપુર

સંયુક્ત શિબિર

77

24/02/2007

મહેસાણા

સર્વોપરી ઉપાસના

78

14/03/2007

ઈસનપુર

દિવ્ય જીવન શિબિર

79

22/02/2007

ઈસનપુર

જ્ઞાન શિબિર

80

18/03/2007

સુરત

યુવક - મહિલા શિબિર

81

17/03/2007

બરોડા

દિવ્ય જીવન શિબિર

82

1/03/2007

ઘન.નગર

જ્ઞાન શિબિર

83

26/03/2007

ઘાટલોડિયા

ઉપાસના શિબિર

84

8/04/2007

સુરેન્દ્રનગર

દિવ્ય જીવન શિબિર

85

11/04/2007

નરોડા

દિવ્યજીવન શિબિર

86

29/04/2007

સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર

બાલિકા શિબિર

87

22,23/05/2007

સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર

યુવક - મહિલા શિબિર

88

2 થી 4/06/2007

સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર

દિવ્યજીવન સેવક શિબિર

89

25/12/2007

સંતુરફાર્મ

બાલિકા શિબિર

90

2008

15,16/04/2007

સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર

યુવતિશિબિર (ધો.10-12)

91

29/4 થી 1/05/2007

સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર

સિલેક્ટેડ યુવતી શિબિર

92

5 થી 6/05/2007

સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર

બાલિકા શિબિર

93

4,5/06/2007

સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર

યુવતિ શિબિર

94

25,26/05/2007

સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર

સંચાલક ટ્રેનીંગ શિબિર

મહિલા સ્વયંસેવક દળ

SMVS ધ્વારા ગતિમાન વિવિધ પ્રવૃતિઓમાં તથા શિબિરો, ઉત્સવો અને મહોત્સવોમાં SMVS ધ્વારા તાલીમ પામેલા હજારો સ્વયંસેવકો પણ ઉત્સાહથી નિ:શુલ્ક સેવા આપી રહ્યા છે. જેમાં મહિલા સ્વયંસેવક દળ પણ મોટી સંખ્યામાં લાભ લઈ ઘણી બધી સેવાઓ તથા સમિતિઓ સંભાળે છે. ઉંઘ, ભુખ, થાક, આળસ, પ્રમાદ આ બધાને છોડી મહિલા સ્વયંસેવક દળ જનસેવા તથા પ્રભુસેવા સંભાળવા માટે સદૈવને માટે થનગને છે. દેશ ઉપર આવતી કુદરતી આપતીઓ,ભુકંપ તથા અન્ય ઘણી બધી પરિસ્થિતિઓમાં  પણ “જનસેવા એ જ પ્રભુસેવા” એવા ભાવથી  મહિલા સ્વયંસેવક દળ સેવામાં જોડાઈ જઈ હજારોને આવા વિકટ સમયના દુ;ખમાંથી ઉગારે છે.

SMVS ધ્વારા યોજવામાં આવતા ઉત્સવ, સમૈયા, શિબિરો, સમારોહ, જ્ઞાનસત્ર તથા મોટા મહોત્સવો આ બધાના સફળ સંચાલનનું  મુળ SMVSના સ્વયંસેવકો છે. 4,500 કરતાં પણ વધુ મહિલા-પુરુષ સ્વયંસેવકો આ મહામુલીસેવાનો લાભ લઈ મહત્વપૂર્ણ ફાળો નોંધાવી રહયા છે. જેમા મહિલા સ્વયંસેવકોનું યોગદાન પણ મોટી સંખ્યામાં રહ્યું છે.

ઈ.સ.1993માં પંચમહાલ જીલ્લાના લુણાવાડા શહેરમાં ભવ્યાતીભવ્ય રીતે ઉજવાયેલ “બાપાશ્રી મહોત્સવ” ઉપક્રમે યોજાયેલ “સંસ્કાર પ્રદર્શન”માં મહિલા, યુવતિ સ્વયંસેવકો ધ્વારા 5,000થી પણ વધુ મહિલાઓ વ્યસન મુક્ત બન્યા હતા. જેમા મહિલા સ્વયંમસેવકોનું અદ્ભુત સેવા પ્રદાન રહ્યું હતુ.
ઈ.સ.1995માં ઉજવાયેલ બાપાશ્રી મહોત્સવમાં પણ મહિલા, યુવતિ સ્વયંસેવકો 25 કરતાં પણ વધુ સમિતિઓની સેવામાં જોડાયા હતા. જેમાં 3,000 કરતા પણ વધુ મહિલાસ્વયંસેવકોએ આ સેવાનો લાભ લઈ મહોત્સવોને દિપાવ્યો હતો.

ઈ.સ.2001માં ગાંધીનગર સ્વામિનારાયણ ધામ ખાતે ઉજવાયેલ “સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ”માં કુલ 4,350 કરતાં પણ વધુ પુરુષ-મહિલા સ્વયંસેવકોએ ભાગ લીધો. જેમાં 78 જેટલી સમિતિઓમાં પુરુષો અને 32 સમિતિઓમાં મહિલા સ્વયંસેવકોએ સેવા આપી  મહોત્સવને દિપાવ્યો હતો. 
ઇ.સ.2001માં આવેલ ભયંકર ભુંકપમાં પણ ભુકંપગ્રસ્ત વ્યક્તિઓને નિ:શુલ્ક અને નિ:સ્વાર્થભાવે સેવા પુરી પાડવામાં પણ મહિલા સ્વયંસેવકોનો ફાળો મહત્વપૂર્ણ રહ્યો હતો. મહિલા સ્વયંસેવકો ધ્વારા ભુકંપગ્રસ્થ વ્યક્તિઓ માટે હજારો ગોદળી બનાવી પુરી પાડી હતી. તથા હજારો ફુડપેકેટ બનાવી ભુકંપગ્રસ્થ વિસ્તારોમાં મોક્લ્યા હતા.  

આમ દેશ માટે ,સમાજ માટે કે સત્સંગ માટે જ્યારે જ્યારે સેવાની જરૂરીયાત ઉભી થાય ત્યારે ત્યારે મહિલા સ્વયંસેવક દળ ખુબ ઉત્સાહથી એમાં સહભાગી બનતું આવ્યું છે, બને છે અને બનતુ રહેશે.

મહિલા સંમેલન તથા પ્રદર્શન

ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયની સ્થાપનામાં ઉચ્ચ આદર્શો, સંસ્કારો અને સદ્ગુણો જેવા પવિત્ર ચારિત્રને સ્થાન આપ્યું છે. જે ભગવાન સ્વામિનારાયણે પ્રસ્થાપીત કરેલી પરંપરા ધ્વારા ચાલતું આવ્યું છે. વર્તમાનકાળે આ વિષયમય વાતાવરણમાં પણ આ પરંપરા ચાલુ રહે તે માટે  SMVSના સંસ્થાપક ગુરુવર્ય પ.પૂ.બાપજીના આદેશથી મહિલા સંમેલન, મહિલાદિન, બાલિકાદિન, યુવતિદિન તથા જીવનલક્ષી પ્રદર્શન જેવા વિવિધ આયોજનો ગતિમાન થયેલ છે.  

SMVS ધ્વારા આયોજીત વિવિધ મહિલા સંમેલનોમાં આજની યુવતી કે મહિલા એક આદર્શ ગૃહિણી બની રહે તેવા પ્રેરણા પીયુષ પીવડાવવામાં આવે છે. સંસ્કાર સિંચન એટલે “જીવન ઘડતરનું પ્રથમ સોપાન”એ ન્યાયે પ્રત્યેક મહિલાના જીવનમાં સંસ્કારોનું સિંચન થાય. એમના ધ્વારા જન્મ પ્રાપ્ત કરનાર ભાવિ પેઢીમાં સંસ્કારોનુ સિંચન કરવા માટે વિવિધ પ્રવચનો, ઉપદેશ તથા પ્રેરણા પ્રસંગો ધ્વારા જીવનલક્ષી પ્રેરણા આપવામાં આવે છે.

આધ્યાત્મિકતાએ સંસ્કારી જીવનનો પાયો છે. ત્યારે SMVS ધ્વારા આયોજીત પામતા આવા પ્રોગ્રામોમાં લાભ લેનાર બાલિકા, યુવતિ તથા મહિલાઓના જીવનમાં નિત્ય પ્રાર્થના, સત્સંગ, સદ્વાંચંન, ભક્તિ સંગીત, પ્રેમલક્ષણાભક્તિ આદિ આધ્યાત્મિકતાના મુલ્યો પ્રસ્થાપીત કરવામાં આવે છે.

SMVS ધ્વારા આયોજન પામતાં આ પ્રોગ્રામોમાં ત્યાગી મહિલામુક્તોના સીધા નેતૃત્વ હેઠળ સમગ્ર મહિલા સમાજ તો  આધ્યાત્મિક બળ પ્રાપ્ત કરી એક આદર્શ અને સુસંસ્કારે યુક્ત જીવન જીવે જ છે. પરંતુ, જાહેર જનતાને પણ એવું આદર્શ અને સુસંસ્કારે યુક્ત જીવન જીવવાની પ્રેરણા મળે એ માટે નિયમિત સમયાંતરે એવા મહિલા દિનની ઉજવણી થાય છે તથા જાહેર પ્રદર્શન પણ આયોજન પામે છે.

આયોજન પામેલ મહિલા સંમેલન તથા પ્રદર્શન :


મહિલા સંમેલન

ક્રમ

તારીખ

દિવસ

પ્રસંગ

સ્થળ

1

23/12/1993

1

બાપાશ્રી મહોત્સવ

લુણાવાળા - પંચમહાલ

2

29/4/1995

1

બાપાશ્રી મહોત્સવ

વાસણા - અમદાવાદ

3

03/05/1995

1

બાપાશ્રી મહોત્સવ

વાસણા - અમદાવાદ

4

03/01/2002

1

સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ

સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર

5

07/01/2002

1

સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ

સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર

6

26/3/04

1

ઘાટલોડિયા મંદીર મૂર્તિ પ્રતિષ્ઠા

ઘાટલોડિયા - અમદાવાદ

7

23/12/2005

1

ગોધર મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ

તીર્થધામ ગોધર - પંચમહાલ

8

19/12/06

1

વચનામૃત મહોત્સવ

સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર

9

19/12/06

1

વચનામૃત મહોત્સવ ( બાલિકા સંમેલન )

સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર

 
પ્રદર્શન

ક્રમ

તારીખ

દિવસ

પ્રસંગ

સ્થળ

લાભ લેનારાની
સંખ્યા

1

21/12/1993 થી 27/12/1993

7

બાપાશ્રી મહોત્સવ (મુખ્ય પ્રદર્શન)

લુણાવાડા - પંચમહાલ

1,50,000

 

 

7

બાપાશ્રી મહોત્સવ (બાળ સંસ્કાર પ્રદર્શન)

 

65,000

2

27/4/1995 થી 9/5/1995

13

બાપાશ્રી મહોત્સવ (બાલિકાઓ દ્રારા)

વાસણા - અમદાવાદ

5,85,540

3

27/4/1995 થી 9/5/1995

13

બાપાશ્રી મહોત્સવ

વાસણા - અમદાવાદ

1,45,416

4

31/12/2001 થી 11/1/2002

13

સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ

સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર

60,000

સામાજીક પ્રવૃતિ

આધ્યાત્મિક પ્રવૃતિની સમાંતર સામાજીક પ્રવૃતિમાં પણ SMVSના વિવિધ આયોજનો તથા સેવાઓ ગતિમાન છે. પંચમહાલ, સાબરકાંઠા તથા ખેડા આદિક પ્રદેશોમાં સેંકડો અંતરિયાળ આદિવાસી ગામડાઓમાં વસતા આદિવાસી બાલિકાઓ તથા મહિલાઓના સર્વાગી વિકાસ માટે સંસ્થાએ વિવિધ આયોજનો વહેતા મુક્યા છે. આ વિસ્તારોમાં પશુતુલ્ય જીવન જીવતા આદિવાસીઓને દારુ, માંસ અને વ્યસનોથી મુક્ત કરવા ત્યાગી મહિલામુક્તો અવિરતપણે વિચરણ કર્યા કરે છે.ઈ.સ.1984 થી સત્સંગ અને સંસ્કરોનુ પ્રદાન કરવાના આ ભગીરથ કાર્યનો શુભઆરંભ થયો. ઈ.સ.1984 થી લઈ ને આજ સુધીમાં SMVS ધ્વારા 25000થી પણ વધુ આદિવાસી મહિલા-પુરુષોના જીવનમાં દિવ્યજીવનના નુતન પ્રાણ પુરી ભાલા-તિર-કામઠાને બદલે હાથમાં માળા ફેરવતાં કર્યા છે.

વર્તમાનકાળે વ્યસનમય વાતાવરણમાં વ્યસનોથી ખદબદતા લાખો અને કરોડો લોકોને જીવનની એક સાચી દિશા દર્શાવવા તથા એમના અંધકારમય જીવનમાં પ્રકાશની જ્યોત દિપાવવા માટે SMVSનો મહિલા વિભાગ સતત કાર્યશીલ છે. પ્રત્યેક ઘરને નિર્વ્યસની બનાવવા ઉચ્ચ ધ્યેયેરૂપ મશાલ લઈને ત્યાગી મહિલામુક્તો ઘેર ઘેર જઈ મનુષ્ય જીવનનો હિતોપદેશ આપી હજારો મનુષ્યોને નિર્વ્યસની બનાવી રહ્યા છે. 

ઈ.સ.1994 માં તારીખ 18/6/1994 થી 19/6/1994 એમ બે દિવસ માટે “સેવા સ્વચ્છતા અભીયાન” આયોજન પામ્યું. જેમાં SMVSના 350 કરતા પણ વધુ મહિલા સ્વયંસેવકો જોડાયા હતા. આ મહિલાઓએ વી.એસ.હોસ્પીટલ, શારદાબાઈ હોસ્પીટલ, એલ.જી.હોસ્પીટલ જેવી ઘણી બધી હોસ્પીટલોમાં “સેવા સ્વચ્છતા અભિયાન” દોહરાવ્યું હતુ. નિ:શુલ્ક અને નિ:સ્વાર્થ ભાવે કેવળ ભગવાનને રાજી કરવા અને લોકસેવા માટે મહિલા સ્વ્યંસેવકો એક અનેરા ઉત્સાહ અને ઉમંગથી માન-મોટપને મુકી પોતાની એક પવિત્ર ફરજ સમજી સેવામાં જોડાયા હતા.

ઈ.સ.2001માં ઉજવાયેલ “સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ” અનવ્યે તારીખ 17/5/2000 થી 24/5/2000 સુંધી એમ કુલ 8 દિવસ સુંધી “બાલિકા પ્રાર્થના સપ્તાહ”નું આયોજન કરવામાં આવ્યું હતુ. જુમાં દેશ-સમાજના નાગરિકોને પોતાના એક નિકટના સંબંધી સમજી તેમના દુ:ખમાં ભાગીદાર બનાવવાનો એક નિ:સ્વાર્થ હેતુ આ “બાલિકા પ્રાર્થના       સપ્તાહનો” હતો. SMVSના સંસ્થાપક ગુરુવર્ય પ.પુ.બાપજીના આદેશ અનુસાર 300 કરતાં પણ વધુ બાલિકાઓ વિવિધ હોસ્પિટલોમાં પીડાતા દર્દીઓને રોગમુક્ત કરવા તથા તેમની પીડાને, દર્દને દુર કરવાના શુભ આશયથી જુદા જુદા ગ્રુપમાં વહેંચાઈ વિવિધ હોસ્પિટલોમાં પહોંચી ગઈ. આ બાલિકાઓએ દર્દીઓના પલંગે પલંગે ફરી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સમક્ષ ગદગદભાવે એ દર્દીઓને રોગમુક્ત કરવા પ્રાર્થના કરવામાં આવી.

26મી જાન્યુઆરી 2001માં આવેલ ભયંકર ભુકંપમાં પણ SMVSના મહિલા સ્વ્યંસેવકોએ ખડે પગે ઉભા રહી સેવાનો લાભ લીધો છે. ભુકંપગ્રસ્થ વિસ્તારોમાં ઘરબાર વિનાના થયેલા વ્યક્તિઓને ઓઢવા,પહેરવાથી માંડી જમાડવાની પ્રત્યેક સેવામાં મહિલા સ્વયંસેવકોનો ફાળો મહત્વપુર્ણ રહ્યો હતો.
અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવી કુદરતી આપતીઓમાં પણ SMVSના મહિલા સ્વયંસેવકોની સેવા ધન્યવાદને પાત્ર બની રહે છે. આવી કુદરતી આપત્તીઓમાં હજારોની સંખ્યામાં ફુડપેકેટ તૈયાર કરવાની સેવા મહિલા સ્વયંસેવક દળ આનંદ અને ઉત્સાહ સાથે સંભાળે છે.

ઈ.સ.2000માં પંચમહાલ, સાબરકાંઠા અને ખેડા આદિક આદિવાસી ગામોમાં વસતા આદિવાસીઓના  ઝુપડે-ઝુપડે અને ઘેર-ઘેર ફરી SMVSના મહિલા કાર્યકરોએ ‘સંસ્કાર યાત્રા’ના આયોજન હેઠળ સંસ્કાર અને સત્સંગના બી રોપ્યા છે. “સંસ્કર યાત્રા”ના આ આયોજન હેઠળ 175 કરતા પણ વધુ ગામડાઓમાં મહિલા કાર્યકરોના જુદા-જુદા 140 જેટલા ગ્રુપ ધ્વારા આશરે 5,675 કરતા પણ વધુ ઘરોનો સંપર્ક કરી સંસ્કારોનુ સિંચન કર્યુ હતુ.

SMVSના ત્યાગી મહિલામુક્તોના સીધા નેતૃત્વ હેઠળ તાલિમ પામેલા મહિલા કાર્યકરો પોતાના ઘરના કામ ગૌણ કરી 10-10, 15-15 દિવસ માટે ગામડે-ગામડે ફરી મહિલા સમાજને આધ્યાત્મિક બળ પ્રદાન કરવાની મહત્વપુર્ણ સેવા બજાવી રહ્યા છે. આ સેવામાં જોડાયેલા મહિલાઓને “નિર્માની સેવક”નું બિરુધ પ્રાપ્ત થયુ છે.

સમગ્ર સમાજમાં અને દેશમાં સંપ, સુહ્દયભાવ એકતા અને આત્મિયતાનું મોજુ ફરી વળે અને પ્રત્યેક ઘર અને કુટુંબ આત્મિયતાથી જીવન જીવતા બને તે માટે ઈ.સ.2000ના જુલાઈ માસમાં “આત્મિયતા અભિયાન” આયોજન પામ્યું. જેમાં 700 કરતા પણ વધુ ઘરોનો સંપર્ક કરી આત્મિયતા સભર વાતાવરણનું નિર્માણ કરવાનો એક નિ:સ્વાર્થ પ્રયાસ કરાયો હતો.

ઈ.સ.2001માં ઉજવાયેલ સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ ઉપક્રમે તારીખ 1/6/01થી 20/6/01સુંધી 20 દિવસ માટે “મહિમા ફેરી”નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 825 જેટલા ઉત્સાહી કિશોર અને યુવતિઓનાં જુદા-જુદા 412 જેટલા ગ્રુપ ધ્વારા 27,900 કરતા પણ વધુ ઘરોનો સંપર્ક કરી ભગવાન સ્વામિનારાયણના મહિમાનું ગાન કરી સંપર્કમાં આવનારને સદમાર્ગે વાળવાનો શુધ્ધ પ્રયાસ કર્યો હતો.

આર્થિક રીતે પછાત એવા કુટુંબોની બાલિકા તથા યુવતિઓને પણ SMVS ધ્વારા શૈક્ષણિક સહાય પુરી પાડવામાં આવે છે. તથા તેમને મેડીકલ સહાય (સ્વાસ્થ્ય સહાય) પણ રાહત દરે પુરી પાડવામાં આવે છે.

સ્વામિનારાયણ સંપ્રદાયની બાંધેલી પંચવર્તમાનની મર્યાદા અનુસાર સૌ હરિભક્તોને શુધ્ધ,પવિત્ર અને સાત્વિક ભોજન મળી રહે એવા ઉમદા હેતુથી મહિલા વિભાગ ધ્વારા “ભક્તિ ગ્રુહ ઉદ્યોગ”ની પ્રવૃતિ ધમધમી રહી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના નિયમ અનુસાર તથા ક્રિયાશુધ્ધિ અનુસાર SMVSના ત્યાગી મહિલામુક્તોના સીધા નેતૃત્વ હેઠળ વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે.જે સત્સંગીઓના ઘર-ઘર સુંધી પહોંચે છે. આજે મહિલાઓ ધ્વારા ચાલી રહેલી આ નિ:સ્વાર્થ પ્રવૃતિને લીધે સ્વામિનારાયણ ધર્મને અનુસરેલા હરિભક્તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અનુસાર પંચવર્તમાનસહ જીવન જીવી શકે છે.

વિદેશની ભુમિ ઉપર વસતા ભારતિયો તથા વિદેશીઓમાં પણ ભારતીય સંસ્કૃતિ અને ઉચ્ચ સંસ્કરો વહેતા મુકવા   SMVSના ત્યાગી મહિલામુક્તો અમેરિકા, કેનેડા, લંડન, કુવૈત આદી દેશોમાં સતત વિચરણ કરે છે. જેને લીધે વિદેશની ભુમિ ઉપર પણ મહિલા પ્રવૃતિ મધમધતી રહે છે. વિદેશની ભુમિ ઉપર પણ અઠવાડિક સત્સંગસભાઓ, બાલિકા-યુવતિ શિબિરો, યજ્ઞ, મહાપુજા જેવી વિવિધ પ્રવૃતિઓ પુરજોશમાં અતુટપણે ચાલુ છે.

SMVSના ત્યાગી મહિલામુક્તો ધ્વારા વિદેશમાં થયેલ વિચરણની યાદી :

વિદેશ વિચરણ યાદી

વર્ષ

વિચરણ દેશ

તારીખ

દિવસો

1998

કુવૈત

10/09/1998 થી 21/09/1998

10 દિવસ

2000

લંડન

08/08/2000 થી 11/09/2000

33 દિવસ

2002

લંડન

26/08/2002 થી 22/09/2002

28 દિવસ

 

કુવૈત

23/09/2002 થી 02/10/2002

10 દિવસ

2003

અમેરિકા

04/06/2003 થી 02/08/2003

59 દિવસ

 

લંડન

03/08/2003 થી 10/08/2003

8 દિવસ

2004

અમેરિકા

13/07/2004 થી 09/09/2004

59 દિવસ

 

લંડન

10/09/2004 થી 26/09/2004

17 દિવસ

2005

અમેરિકા

26/05/2005 થી 26/07/2005

53 દિવસ

 

કેનેડા

29/06/2005 થી 06/07/2005

8 દિવસ

 

લંડન

13/05/2005 થી 25/05/2005

13 દિવસ

2007

અમેરિકા

23/09/2007 થી 15/11/2007

43 દિવસ

 

કેનેડા

01/10/2007 થી 10/10/2007

10 દિવસ

 

લંડન

16/11/2007 થી 28/11/2007

13 દિવસ