-
સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેમ પુરુષ વર્ગને સંસારની માયાજાળ છોડી પ્રભુના ચરણે ત્યાગાશ્રમ સ્વીકારવાનો અધિકાર છે. એ જ રીતે મહિલા વર્ગને પણ સંસારની માયાજાળ છોડી પ્રભુના ચરણે ત્યાગાશ્રમ સ્વીકારીનો સ્વતંત્ર અધિકાર છે. SMVSના મહિલા સમાજમાં સત્સંગથી પ્રેરણા પામતાં કેટલીક યુવતીઓ અને મહિલાઓએ સંસાર વ્યવહારનો ત્યાગ કરી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં સર્મપિત થવાનો સંકલ્પ કર્યો. સમય જતાં SMVSમાં આવી વૈરાગ્યવાન યુવતીઑ અને માહિલાઓ માટે માહિલા ત્યાગાશ્રમ(ત્યાગી મહિલામુક્તો)ની રચના કરવી જરૂરી જણાયી. ત્યારે ભગવાન સ્વામિનારાયણના ભવ્ય અને પ્રચંડ સંકલપસમો કસરે રહિત શુધ્ધ અને પવિત્ર જીવન જીવનારો દિવ્ય સમાજ મહિલાઓમાં પણ નિર્માણ પામે અને સંતોથી અલગ સ્થાનમાં રહીને એવા ત્યાગી મહિલામુક્તો ભગવાન સ્વામિનારાયણને રાજી કરી શકે તેવા શુભ હેતુથી ત્યાગી મહિલામુક્તો માટે ‘ભકિતનિવાસ’ એકમની સ્થાપના થઈ તારીખ 22/2/2001ના રોજ આ ‘ભકિતનિવાસ’ એકમની સૌ પ્રથમ સ્થાપના ભારતના ગુજરાત જીલ્લાના અમદાવાદ શહેરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર વાસણા સ્થાને થઈ અને ત્યારબાદ ગુજરાત જીલ્લાના ગાંધીનગર શહેરમાં આવેલ સ્વામિનારાયણ ધામ સંકુલમાં બીજા ‘ભકિતનિવાસ’ એકમની સ્થાપના થઈ. આમ દિન પ્રતિદિન આ ‘ભકિતનિવાસ’ એકમોમાં વધારો થતો ગયો.
-
વર્તમાનકાળે આ ‘ભકિતનિવાસ’માં 20 ત્યાગીમહિલામુકતો, 34 આજીવન-સમર્પિતસેવકોએ પોતાનું સમગ્ર જીવન પ્રભુ અર્થે સર્મપિત કરી દીધું છે. જેમાં વડીલ ત્યાગી મહિલામુકત પૂ.જાગુબહેનના દિવ્ય નેતુત્વ હેઠળ આ તમામ સર્મપિત ત્યાગી મહિલાઓ પોતાનુ જીવન ભગવાન સ્વામિનારાયણના આદર્શો અને સંકલ્પો અનુસાર જીવી રહ્યા છે. ત્યાગી મહિલામુક્તો માટે વિવિધ સ્થાનોમાં નિર્માણ પામેલા ‘ભકિતનિવાસ’ એકમો.
- સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર
- શ્રી સ્વામિનારાયણ મંદિર - વાસણા
- શ્રી સ્વામિનારાયણ માંદિર - ઈસનપુર
- શ્રી સ્વામિનારાયણ મંદિર - મહેસાણા
- શ્રી સ્વામિનારાયણ મંદિર - વિજાપુર
- શ્રી સ્વામિનારાયણ મંદિર - ગોધર
- શ્રી સ્વામિનારાયણ મંદિર - ઘાટલોડિયા
- શ્રી સ્વામિનારાયણ મંદિર - નરોડા
- શ્રી સ્વામિનારાયણ મંદિર - વડોદરા
- શ્રી સ્વામિનારાયણ મંદિર - ઘનશ્યામનગર
- શ્રી સ્વામિનારાયણ મંદિર - કલોલ
- શ્રી સ્વામિનારાયણ મંદિર - સુરેન્દ્રનગર
- શ્રી સ્વામિનારાયણ મંદિર - વિરમગામ
- શ્રી સ્વામિનારાયણ મંદિર - માલપુર
- શ્રી સ્વામિનારાયણ મંદિર - વીરપુર
ત્યાગી મહિલામુક્તો ધ્વારા વિવિધ દેશોમાં વ્યાપી રહેલો સત્સંગ..
India
USA
Canada
Kuwait
UK