મંદિર એક પવિત્ર સ્થાન છે કે જેમાં હજારો લોકો ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી આત્મસુખ તથા આત્મશાંતિને પામે છે. આવું દિવ્ય અને પવિત્ર સ્થાન એટલે સ્વામિનારાયણ ધામનું પ્રાર્થના મંદિર. પ.પૂ.બાપજીના દિવ્ય હસ્તે સર્વોપરિ ભગવાન સ્વામિનારાયણ, જીવનપ્રાણ બાપાશ્રી અને સમર્થ સદ્ગુરુઓની મૂર્તિઓની આ પ્રાર્થના મંદિરના આકર્ષક સિંહાસનમાં તારીખ 01/01/02ને માગશર વદ બીજના રોજ પ્રતિષ્ઠિત કરવામાં આવી. |
|