પ્રાર્થના મંદિર | ગુરુકુલ | વિદ્યાલય | સંત આશ્રમ | બાપાશ્રી આવાસ | દિવ્ય દર્શન પ્રદર્શન | sdis & sditm | Campus
     દિવ્યજીવન જીવવામાં દિવાદાંડી સમુ માધ્યમ એટલે "દિવ્યદર્શન પ્રદર્શન" જેમાં ભગવાન સ્વામિનારાયણનું જીવન દર્શન તથા સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ તથા નીલકંઠવર્ણીના વિચરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ "દિવ્યદર્શન પ્રદર્શન"માં લાઈટ એન્ડ સાઉન્ડ સો જેવા વિવિધ ઉપકરણોના માધ્યમથી ભગવાન સ્વામિનારાયણના મહિમાનો તથા તેમના આદર્શોને દર્શાવવાનો અલ્પ પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અનાદિમુક્ત જીવનપ્રાણ બાપાશ્રીના જીવન દર્શનનો તથા વ્યસનમુક્તિ પ્રદર્શનનો સમાવેશ પણ આ જ પ્રદર્શનમાં કરવામાં આવ્યો છે.